ગમે છે રસીલા ચહેરા મને પણ.
ચહું ચાંદનીમાં નિરખવા તને પણ .
ન તારા સિવાયે વિકલ્પો ન શબ્દો.
ન કાં છે, ન અથવા તથા પણ અને પણ.
હયાતી હમેશાં મહેસૂસ થાતી ,
ભલે દૂર આંખે અંતરથી કને પણ.
સજાવી હતી ભાત અંતર કિનારે
રહી ઓઢણીમાંય પાલવ પને પણ .
છુપાવી નયનમાં તને રાખવી છે,
નજરથી નજર જો ન લાગે તને પણ.
'દાજી'
No comments:
Post a Comment