Monday, 3 October 2016

ગઝલ

કહી નાખું..

બે ચાર વાત ગજવામાં રાખું,
સામે મળે તો બસ કહી નાખું.

આગળ વાત અેટલી વધી ગઇ,
કયાં સુધી મુઠઠીમાં બંધ રાખું ?

વાત બસ હવે નક્કર કરવી છે,
કહો, હોઠ બંધ હું કેમ રાખું ?

મળી જાય જો અેકવાર સામે,
"કરાર" બધા દિલથી કરી નાખું.

ભીતરે અદમ્ય ઇચ્છા અે રાખું,
શબ્દોથી ઘા બધા રુઝવી નાખું

બે ચાર વાત ગજવામાં રાખું,
સામે મળે તો બસ કહી નાખું.

    પિયુષ મકવાણા 'મધુકર'

No comments:

Post a Comment