Monday, 3 October 2016

ગઝલ

તો  માનું .....

ચાલે  કાંટા  વિના  માર્ગ  પર  તો  માનું ,
લે આ  જીવન ઘડ વિના ઠોકર તો માનું .

લાગ્યો  છે ડાધો  ધોવે   કવિવર  તો માનું ,
ચન્દ્રને  લાવે  સ્વસ્છ ઝાકળ પર  તો માનું .
    
પત્ર  છે, આ કાગળ વગરનો વાંચે તો માનું ,
તે   માંથી  ભીની  ભીતર   શોધે  તો માનું .

બદનામી ઓઢયા વગર પ્રણય કર તો  માનું ,
તારાની જમ  પ્રણયમાં  તું    ખર  તો  માનું

આ તટ  હોડી  લાવ્યા કર સાગર તો માનું ,
છે  અણજણ  તે લાવે   મુસાફર તો માનું .

    નીતા પટેલ

No comments:

Post a Comment