Monday, 3 October 2016

ગઝલ

લાલ ચૂંદડીમાં શોભે છે ઘૂંઘરીયો
ને પીળીમાં શોભે છે આભલાં .....

રંગબેરંગી ચાંદલા શોભે છે ભાલે
ને કાજળ સોહે છે નયનોમાં .....

લાલ લીલા કંકણ શોભે છે હાથમાં
ને પાયલ શોભે છે પગમાં .....

લાંબા લાંબા ચોટલામાં શોભે છે વેણીયું
ને કેડમાં શોભે છે કંદોરો  .....

ગોળ ગોળ ઘુમ્મરીયાળો શોભે છે ઘાઘરો
ને લટકતાં શોભે છે કણઁ  .....

લાલ ચૂંદડીમાં શોભે છે ઘૂંઘરીયો ને
પીળીમાં શોભે છે આભલાં  .....

બીના શાહ.

No comments:

Post a Comment