Friday, 28 October 2016

અછાંદસ

ભંડકિયામાંથી મળી
મને જૂની ચડ્ડી
જે
પહેરાવીને મા મને મોકલતી
નિશાળે.
રસ્તામાં
ચડ્ડીના બેય ખિસ્સા
હું ભરી લેતો બોર અને કાતરાથી.
મને થયું ,
લાવ પહેરી લઉં
અને પહોંચી જાઉં પાછો
બચપણના એ પ્રદેશમાં .
મેં તો પહેરી લીધી ચડ્ડી પરાણે
અને વટથી નાખ્યા ખિસ્સાંમાં હાથ ,
પણ
ખિસ્સાં સાલાં બેય ફાટલાં,
હવે શેમાં ભરીશ હું બોર અને કાતરા?

-મનસુખ લાખાણી

No comments:

Post a Comment