Friday, 21 October 2016

ગઝલ

તાઝા ગઝલ
હુંજ બાકાત મારા માં
એક અવકાશ મારામાં

કેમ લાગે મને એવું ?
છે ખડગ ધાર મારામાં

જાગવા ઉંઘવા ના દે
તેજ અજવાસ મારામાં

આળ પંપાળ છોડી દો
ના રહ્યો શ્વાસ મારામાં

બીજમાં વૃક્ષ તું ભાસે
છો ઉગ્યું ઘાસ મારામાં

બ્રીજ પાઠક

No comments:

Post a Comment