જિંદગી મારી આ તારી જેમ છે,
જીવું છું એ તારો નકરો વહેમ છે.
એટલે ભીતર મારી મે ડૂબકી,
હા મને તો ખુદથી જાણે પ્રેમ છે.
ટાણું જોઈને આવે છે આંસુ આ,
અશ્રુ આંખોમાં થીજેલા એમ છે.
ક્યાં સુધી કે ખરશે મારી જિંદગી ?
પાનખર સાથે આ નાતો કેમ છે.
આ કબરમાં શાંતિ લાગી જો મને,
આ ખુદાની 'આભાસ' હા રહેમ છે.
-આભાસ
No comments:
Post a Comment