.
ઉતાવળમાં સૂરજ ભલે આથમે પણ
હવાલો દીપકને દઈને જશે પણ
સમયનો સ્વભાવ જ છે સરતા રહેવું
ખમીર હોય તારું તો થોડો ખમે પણ
પલાળીને તડકો સુકાવા મુકી દે
કદાચિત બને વાદળીઓ ઝરે પણ
હથેળીમાં ભમતો ભમરડો શું બનવું!!
જરામાં હથેળી તો મુઠ્ઠી બને પણ
ઊભો સ્થિર મંદિરના ગર્ભગૃહમાં
ગમે છે સરસ ચ્હેરા જોવા મને પણ
== મંથન ડીસાકર
No comments:
Post a Comment