સૂર-તાલનું જ્ઞાન મને ના ,
પણ મારી ભીતર નિરંતર
કોના આ લયબધ્ધ તાલ સંભળાય છે ?
શબ્દબ્રહ્મને પામવા મથું
ને સાવ નિ:શબ્દ બનું ત્યારે
કોણ આવી મારામાં ઋચાઓ રચી જાય છે ?
સઘળા દર્પણ દઉં હટાવી
ને મોહરાઓ પણ લઉં ઉતારી
ત્યારે કોણ મારી ભીતરથી પ્રગટ થાય છે ?
અંધારે અટવાતી જાઉં
ને ઇન્દ્રિયોના ય ભાન ગુમાવું
ત્યારે કોણ લઇ દીવો મને દોરી જાય છે ?
ઉષા પંડ્યા
No comments:
Post a Comment