તમે મળો તો
બહેકે બહારે નગ ,તમે મળો તો,
ચહેકે વિહંગો ખગ, તમે મળો તો.
પ્રકૃતિ પણ નૃત્ય કરે , દિલે પ્રેમ ખીલે,
ઝળહળે ઝલકથી જગ, તમે મળો તો.
શબ્દો આજ થાય સજની , કાવ્ય સરિતા !
ગઝલ કાઢતી હવે વગ, તમે મળો તો.
અમારા નગરમાં બધા શાયર જ છે,
હટે જો ન કોઈ ડગ, તમે મળો તો.
ન અરમાન, પામું તને ; તોય મળજો,
જલે છે દિલ મહી સગ, તમે મળો તો .
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment