અમારા હૃદયમાં પધારો હવે તો.
કરો લાગણીમાં પ્રહારો હવે તો.
નથી કોઇ બંધન હવે ત્યાં જગતના,
આ દિશામાં ખુલીને વિહારો હવે તો.
બધી રીસ તારી કરી દઇશ આઘી,
ભરી શ્વાસ રગમાં ઉતારો હવે તો.
વધારે સમયથી સતાવી રહી છે,
મને ના સમજને વિસારો હવે તો.
નહીં છોડુ સંગાથ આપે વચન "શગ"
મુક્ત મન કરીને વિચારો હવે તો.
-શીતલ ગઢવી...
No comments:
Post a Comment