રંગ એની રોશનતાનો એમ છે,
પ્રેમનો પડછાયો જીવન જેમ છે.
હો નજીકી કો' આભાસી ભીતરે,
રંગ ભરતી એ મુસ્કાનો વ્હેમ છે.
આ દિશા,રસ્તા,લક્ષ્યોનાં પોટલાં,
ને ભટકતાં રણમાં ક્યાં કો'ક્ષેમ છે?
ગોઠવું છું ભીનાશી ઝાકળ મહી,
તૃપ્ત થઇને મ્હેકું એની રહેમ છે.
બંધ મુઠ્ઠી જેવી છે હર જિંદગી,
ટાઢ- તડકો જાણે કોઈ પ્રેમ છે.
યાતના, ઇચ્છા,એકલતાં ચોતરફ,
આ મહોરાં ખોટી ફોટો-ફ્રેમ છે.
કોણ પૂછે છે જીવનની કેફિયત,
શું કહે'જ્ન્નત',હાલત સૌ કેમ છે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment