Friday, 28 October 2016

ગઝલ

સાલ મહિનો અને વરસ સરખા નથી
વ્હાલ દરિયો અને તરસ સરખા નથી.
                 અતીત
----------------*---------*--------------
આગ અજંપો અને મરમ સરખા નથી
બાગ સુગંધો અને કરમ સરખા નથી

રાત  હથેળી અને  તલબ સરખા નથી
વાત  હથોટી અને  કસબ સરખા નથી

વેદ વંટોળ અને વમળ  સરખા નથી
ખેદ ચંડોળ અને કમળ સરખા નથી

ઘાત ઘાતાંક અને ગણિત સરખા નથી
વાત વાતાંક અને ગણીક સરખા નથી.

            અતીત

No comments:

Post a Comment