Friday, 28 October 2016

ગઝલ

જયાં જુઓ ત્યાં માર્ગ મોટા થઇ ગયા ,
એટલે રસ્તે રખડતા થઇ ગયા .

ભીંત વાતો સાંભળે છે આપણી ,
આપણે શું કામ બ્હેરા થઇ ગયા ?

થઇ ગયો છે પ્રેમ અથવા દુશ્મની ,
હું ને દર્પણ સામસામા થઇ ગયા.

મોંઘવારી હદ વટાવે છે હવે ,
જે હતા એ દોસ્ત મોંઘા થઇ ગયા  !

ગામમાં આવ્યો 'પવન' સારું થયું -
કેટલા ચ્હેરા ઉઘાડા થઇ ગયા !!!

         - ભરત ભટ્ટ  'પવન'

No comments:

Post a Comment