Thursday, 27 October 2016

ગઝલ

તમે સાથ હો તો ગમે છે દિવાળી,
તમારા વિના પણ ગમે છે દિવાળી.

વિતાવી હતી જે તમે મારી સાથે,
એતો યાદ મા ટમટમે છે દિવાળી.

સદાવ્રત સદા ચાલતું હોય છે જ્યાં,
ગરીબો જઈ ત્યાં જમે છે દિવાળી.

વિચારી, વિચારી ને હું શું વિચારું?,
વિચારે સદાએ ભમે છે દિવાળી.

લખે "મિત્ર" જયારે કદી પણ જો દિલથી,
લખાણો થી એ ઉદભવે છે દિવાળી.

રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment