નજર ઉઠાવી ચાલતા ઠોકરે ચડી ગયા,
કદમ કદમના ફાસલા હમસફર પડી ગયા.
હ્રદય ભરેલી લાગણી આસમાન આંબતી,
ભરમ દબેલી વાતના જાણતા ઠરી ગયા.
ભલે અમારી સોચના ધોરણો અલગ પડે,
મગર તમારી સોચમાં કલ્પનો ભરી ગયા.
સકન મધુરા બોલવા ચાહતા હતા મગર,
વચન અધુરા બોલતા બોલતા રહી ગયા.
અલગ તમારી રીતનાપારખાં ભલે થતાં,
અટલ રહેલા આજના દૌરમાં ભળી ગયા.
નરમ પડેલી ચાલમાં સાથ ના નભી શકે,
ઝડપ વધારી ચાલતા કાફલા મળી ગયા.
હવે બતાવો કેટલી કીમતે મળી શકો,
જણસ બનીને શોભતા મોલમાં સજી ગયા.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment