Thursday, 27 October 2016

ગઝલ

હું શોધવા ને નીકળ્યો મારા સ્વજન તો
આ ભીડ મા હું પોતે ખોવાતો ગયો છું

હો માન કે અપમાન ના થાતો દુઃખી તો
હું ઠોકરો થી રોજ ટેવાતો ઞયો છું

ચાલ્યા કરે શ્રધ્ધા ને નામે સૌ ધતીગો
રાખી ને ફળ ની આશ લૂટાતો ગયો છું

આ પાર કે તે પાર કયાં એની ખબર તો
વીના વિચારી સાઞરો તરતો ગયો છું

આ જીંદગી મારી બની છે દાવ "પાગલ"
હારેલ બાજી જીતવા રમતો ગયો છું

        મુકેશ જોગી

No comments:

Post a Comment