ડરીને વળી જાઉં એવું બને.
અભય નીકળી જાઉં એવું બને.
હૃદયમાં ઉમંગો ઉમટ્યા અધિક,
મહી ખળભળી જાઉં એવું બને.
ગણાતો હશે તું ચમકતો સુરજ,
કિરણ થૈ ભળી જાઉં એવું બને.
અડગ છે કિશન જેમ એ રાહ પર,
હું રથ થૈ ઢળી જાઉં એવું બને.
સમય પાળવામાં હું રહેતો પ્રથમ,
વિચારે ચળી જાઉં એવું બને.
- શીતલ ગઢવી "શગ"
No comments:
Post a Comment