તમારા બીજા શેર પરથી આગળ લખેલું....
.
== ફૂલ જેવું ==
કવિનું હૃદય ગાય છે ફૂલ જેવું,
ને ભાવકનું મન થાય છે ફૂલ જેવું.
ખુદા પણ ગણે છે રૂદન હાસ્ય તારા
કરમ એમ બંધાય છે ફૂલ જેવું
કદી બાળ તો ક્યાંક પ્રિયાના હોઠે
પ્રભુ મુખ ડોકાય છે ફૂલ જેવું
ભલે તારુ જીવન નથી ફૂલ જેવું
છતાં એય જીવાય છે ફૂલ જેવું
પ્રભુ એક તારી જ શોભાને માટે
બજારોમાં વિંખાય છે ફૂલ જેવું
== મંથન ડીસાકર
No comments:
Post a Comment