Friday, 28 October 2016

ગઝલ

કવિતા:
******

પ્રભુને પણ સર્જન પોતાનું નડે છે.
બુદ્ધિશાળી પ્રાણી એને જ કનડે છે.

અનોખી માટી લઇ બીબામાં જે ઢાળી,
ભંડકીયામાં બીબું ભંગાર થઇ સડે છે.

કરવા કરામત જેણે ઉપાડી જાદુઈ છડી,
જાદુગર એ સાચો દુનિયાને ક્યાં જડે છે?

ભક્તિ માર્ગથી વધવા આપી હતી સીડી,
અંધશ્રદ્ધાની પાછળ ઘેલો થઇ આથડે છે.

સમ ખાતો હરિના સાચો કરવા ખુદને,
ખોઈ સઘળું અંતમાં નિયતીને રડે છે.

"શગ"

No comments:

Post a Comment