ફરો ના હાથમાં માચીસ લઈને ભૈ દિવાળીમાં,
ઘણાં ફરતાં રહે છે બૉમ્બ થઈને ભૈ દિવાળીમાં.
"ઘરે આવો" કહીને વર્ષભર આગ્રહ કરે છે,પણ
એ લોકો કોઈદી' મળશે જ નઈ ને ભૈ દિવાળીમાં!
તમે ભેગી કરી'તી,ના જીવાયેલી પળો માળિયે,
જુઓ આખર બધી પસ્તીમાં ગઈને ભૈ દિવાળીમાં!
કોઈ સંકલ્પ પૂરાં નાં થયા આખા વરસ દરમ્યાન,
બધી ઈચ્છાઓ મન ની મન માં જ રઇને ભૈ દિવાળીમાં.
તમસ પણ વેશ બદલી બદલીને મળતું રહે કાયમ,
જલાવો દીપ ભીતરમાં ય જઈને ભૈ દિવાળીમાં.
દેવાંગ નાયક
No comments:
Post a Comment