હ્યદયમાં ને આંખોમાં તારી છબી છે,
પ્રણય નામના ચિત્રકારે ઘડી છે.
કહે છે મને કે ખબર પણ નથી આ-
પ્રણય છે કે શું બસ મને લાગણી છે.
મને એક શંકા છે તારા ઉપર પણ,
કહે, ચાંદની તારાથી ઝળહળી છે ?
આ ઝૂલ્ફોથી આજે ઘટા પણ ડઘાઈ,
ફિકર બસ હવે તારલાની ઘણી છે.
તું ચાહે છે એથી વધું શું હું માંગુ ?
પ્રણયની અમાનત ભલે પારકી છે !!
અહીં તું શું જાણે કે તારા વગર મેં,
ઘડી ખાલીપાની આ કેવી ખમી છે.
અા ફૂલોનું ખીલવું અને પાનખરમાં ?
કે 'પ્રત્યક્ષ' એની અહીં હાજરી છે.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment