જળની ય આરપાર જરા વિસ્તરી ગયો
કાગળની હોડી લઈને હું દરિયો તરી ગયો
પથ્થર સમાન હોય છે તું રુબરુ અહીં
પથ્થરને કેટલું હું અહીં કરગરી ગયો
आंखोनी સામે રાત-દિવસ થાય છે પસાર
પીડાઓ કેટલી ય સમય પાથરી ગયો
મારું સ્વરૂપ મારી છબીમાં રહી ગયું
પડછાયો ક્યાંક ક્યાંક મને છેતરી ગયો
મારામાં ઝળહળાટ થયો કે ખબર નથી
હું અંધકાર સામે દીવો ચીતરી ગયો !
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment