હે આવી શરદ પૂનમની રાત રે....
મારે કહેવી છે દિલની વાત રે...
હું તો જોવું છું કાના તારી વાટ રે...
મારે કહેવી છે દિલની વાત રે...
હે આવી....
રાસ રમવાને વહેલો આવજે...હો કાના
રાસ રમવાને વહેલો આવજે...
હું તો જોવું છું કાના તારી વાટ રે...
મારે કહેવી છે દિલની વાત રે...
હે આવી.....
બંસરીના સૂર તું રેલાવજે...હો કાના
બંસરીના સૂર તું રેલાવજે...
હું તો જોવું છું કાના તારી વાટ રે...
મારે કહેવી છે દિલની વાત રે...
હે આવી....
ગોપીઓને ભાન તું ભુલાવજે...હો કાના
ગોપીઓને ભાન તું ભુલાવજે...
હું તો જોવું છું કાના તારી વાટ રે...
મારે કહેવી છે દિલની વાત રે...
હે આવી...
.........................ઘનશ્યામ ચૌહાણ `શ્યામ'
No comments:
Post a Comment