======= શરદપૂનમ નો રાસ ======
મારી દેહુમાં દવ આજ લાગ્યો ચાંદ્લીયાને વારો રે
અંગે-અંગમાં અનંગ થઇ વ્યાપ્યો કોઈ ઝેર તો ઉતારો રે .....
એક તો હું નાર નાનકડી , માથે જોબન ભરીયો ભાર
ચાંદની પીતાં ચટકો ચડ્યો ...
મેં કોઈ નટખટને આંખ્યુંમાં સ્થાપ્યો , કર્યાં નહી વિચારો રે ,, અંગે-અંગમાં ..
આંખેથી ઉતર્યો કાળજે , મને ભુલાવ્યું દેહનું ભાન
રોમ રોમ રણઝણી ઉઠ્યા ...
કે એને એવો તે જાદુ છાંટ્યો , ઠગી ગ્યો ઠગારો રે ... અંગે - અંગમાં ,,,
=== અજીત પરમાર
(નરસિંહ મહેતાની હૂંડી નો ઢાળ )
No comments:
Post a Comment