Thursday, 5 October 2017

ગઝલ

તરહી ગઝલ
*********

તરસતા'તા ભટકતા'તા દરબદર,  
શોધતા'તા મૃગજળ કાં રણ વગર ?? 
પક્ષીઓને પણ ન ગોઠે ઘર વગર, 
ઘર ન છોડે કો' કદિ કારણ વગર.
કબર સુધીનાં ઉધામા હરનગર, 
દોડતો માણસ સદા કારણ વગર.
વીંધતી રે' છે હંમેશા હરનજર, 
રૂપ પણ ના જોઈએ કારણ વગર.
આંખ માં સામે રહે છે ટગટગર, 
માતને શિશુ ગમે કારણ વગર.
સત્યતાથી વેગળી એ હરખબર, 
હોય છે છાપા મહી કારણ વગર.
દયે સદા એ તો સજા તારણ વગર,
નામનાં ન્યાયાધીશો કારણ વગર.
બેહિસાબે આપતો એ ગજવગર, 
ના સજા દે કોઈને કારણ વગર
કેટલું આપ્યું પ્રભુએ કરકદર,
યાચવું ના જોઈએ કારણ વગર. 
શબ્દ શિલ્પી તો સહી છે હરડગર,   
એટલે આપી સહી કારણ વગર.   

શીલા મહેતા ( શબ્દ શિલ્પી  )

No comments:

Post a Comment