Thursday, 5 October 2017

ગઝલ

જિંદગી ..્્્્
ડૉ .સત્યમ બારોટ
્્.      ્્.       ્્
જિંદગી જીવી ગયા બેકારની ,.
ને મરી જાસુ સદા મારણ વગર .

વેઠ આખી જિંદગી ની વેઠતા ,.
એ બધું ઉચકી ગયા ભારણ વગર .

લાભ-શુભ જેવું કશું હોતું નથી ,.
કામ કરશે સમય પણ બામણ વગર .

શાપ કેવો એમનો લાગ્યો હશે ,.
દિલ સદા ધડક્યા કરે કારણ વગર .

એક શ્વાસે જિંદગી જીવી ગયા ,.
આશરો ના કોઇ ના તારણ વગર.

ડૉ .સત્યમ બારોટ

્્.     ્્.     ્્.       ્્

No comments:

Post a Comment