Thursday, 5 October 2017

ગઝલ

ભીડમાં એકાન્ત છે તારા વગર
યાદ  આવે  તું અને તારું નગર

માત્ર, જોવાથી તરસ છીપતી નથી
રણ અહીં છે ઝાંઝવાઓથી સભર

અમથેઅમથું કોણ આવ્યું સ્વપ્નમાં?
અમથેઅમથી શોધતી કોને નજર ?

હું  તળેટીમાં  જ  ખોવાઈ  ગયો
એટલી  ઊંચાઈએ  તારું  શિખર

તું  જ  છે  માલિક  કશું  મારું  નથી
આવ અહીંયા આ હ્રદય તારું જ ઘર

             ભરત ભટ્ટ

No comments:

Post a Comment