Thursday, 27 October 2016

ગઝલ

બોલે જરા વાતો કરે વાચાળ છે'
તેને ધણો મારા ભણી વલગાળ છે.

ધા આપ્યાં જગતે બધાં નાસૂર છે, 
હા,જિંદગીની રીત તો રેતાળ છે.

જો જીવતા એણે મને મારી ખરી,
ના ભૂલ કે કા'નો હજી હેતાળ છે.

એ ધૂમતાં- ભમતાં ફકીરા શાંત છે,
સંસારમાં કેવી સખી ઝંઝાળ છે!.

આંખો થકી તેને ચુંમી લેવાય છે, 
હા બંદગીમાં તું 'ફિઝા' પ્રેમાળ છે.

કાજલ કાંજિયા 'ફિઝા'.

No comments:

Post a Comment