Thursday, 17 November 2016

ગીત

પ્રાર્થના: મારો બેડો પાર ઉતાર..
******
હરિને મોકલ્યો એક સવાલ,
એનો આવ્યો સુંદર જવાબ
હરિ મારો બેડો કર જો પાર.

સ:જે નાવમાં બેઠી એના નાવિક થજો,
     ઝંઝાવાતોને તમે દૂર ઠેલવજો,
જ:તું જ તારો તારણ હાર..
      હરિ મારો બેડો..

સ:તરણું પકડ્યું મેં શ્રદ્ધાકેરું,
     તારે મન એ નાનું ફોરું,
જ:તું પહેલાં મારો કર ઉતાર..
     હરિ મારો બેડો...

સ:આંખ મીંચીને દોટ લગાવી
     એક શગની આશ પ્રગટાવી,
જ:તું તો મને આપે છે ભાર...
     હરિ મારો બેડો કર જો પાર

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment