Thursday, 17 November 2016

અછાંદસ

ઓ !
પાતાળ સુંદરી!!
મનોદેહે મેં તને કંડારી છે ,કલ્પના ના રંગે મેં તને રંગી છે
હરણી સમ ચંચળ, મુગ્ધ,ભોળી શું કહું હું તને?
મૃગનયની!!
ઉન્નત ઉરોજ વાળી,પરવાળા જેવા અધર વાળી,
નાગણ સમ લેહરાતા કેશ કલાપ વાળી
ઓ!!
પાષણ સુંદરી!!!
મારી હૃદયેશ્વરી!!
તારા માં હું પ્રાણ ફુકુ ,તુ જીવંત થઇ ઉઠ,
સદેહે મુજ નયન દ્વાર પર ઉભી રહે
મુજ સપના ને સાકાર કર
તને હેત ના તેડા કરાવું,અછોઅછો વાના કરું
મારા મન આંગણ માં તુ પગલા પાડ
કંસાર ના આંધણ મુકાવું
તુ મારા મનઆકાશ માં મેઘધનુષ સમ લેહરી રે
ને મને સપ્તરંગી બનાવ
અસ્મિતા

No comments:

Post a Comment