બોલે મીઠાં વચનો મધુરા,
વાતોમાં જે સૂરાપૂરાં..
એવાં છે પણ પ્રેમી અધુરા,
વાતોમાં જે સૂરાપૂરાં.....***
દિલ ચોરીને ભાગે જો ને,
કબુલે ના આંખોથી તોયે,
મસ્તીમાં તો છે શિરમોરા,
વાતોમાં જે સૂરાપૂરા..
ડર એવાં પ્રેમીનો લાગે,
ના બોલું ત્યાં બોલી કાઢે,
હરખપદુંડા પૂરેપૂરાં,
વાતોમાં જે સૂરાપૂરાં..
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment