Sunday, 13 November 2016

ગઝલ

બોલોને, ખાતામાં કેટલી જગ્યા છે ?
મારે નાખવી છે નોટું હજારની,
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની !

પાનવાળો ઠીક છે કે બાકીયે રાખે
પણ બીજે તો દેવા ને રોકડા !
જૂના તો જેમ-તેમ ચીતરી નાખ્યા 'તા, 
કેમ ચીતરશું બાકીના ચોપડા ?

દુકાન કરતાંય જાજી ચિંતાઓ થાય
મને મારી એ વ્હાલી વખારની !
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની !

સોનામાં બાપાના ભાવો બોલાય
અને ચાંદીમાં પહેલેથી ચાંદી !
એકજ માણહના એક અવળા ઈશારે
જુઓ આખી બજાર અહીં રાંડી !

'આજે ઉધાર અને કાલે છે રોકડા' ની 
સિસ્ટમ થઇ ગઈ છે અત્તારની !
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની !

કવિ : નિનાદ અધ્યારુ

No comments:

Post a Comment