Sunday, 13 November 2016

ગઝલ

પરંપરા  ના  હજાર  ચોકા,
નભે નહીંતર નવાજ મૌકા

સમીપ લાવી. દભન કરીલે
કદમ કદમ ના અપાર ધોકા

બની    ઠનીને  પ્રભાવ  પાડે
સમજ વગરના ગમાર લોકા

હવે  થવા દો  ખરી  કસોટી
બધી ફુગાવો સમજ અલૌકા

કરે  કમાણી   હરામ    કિંતૂ
નહીં લગાવે નિયમ મકોકા

તરી જવાના ગણીત સાથે
ગળી જવાના જમાવ મૌકા

ચલે સમયના દબાણ માસૂમ
નવા પ્રવાહો અજબ અનોખા.

              માસૂમ મોડાસવી

No comments:

Post a Comment