Sunday, 13 November 2016

ગીત

ભીંતે ચિતરી
ભાતો બોલે
ઐરાવત પણ આખો ડોલે
આંબે મોરને કોયલ ટહૂકે
વાદળ ઝરમર ઝરમર વરસે
ડુંગર ઊંચા
આખા દોરે
નદીયુ ઝરણાં
ખળખળ દોડે
કૂવે જાતી કોડભરેલી
પનિહારી મદમાતી ડોલે
ચૂંદડી તેની
ઢળતી શોભે
ઉગતાં
સૂરજ કિરણો કેવા સચરાચરને
સોને મઢે રે
માખણિયા કાનુડો ચોરે
હાંડીને સીકલા સૌ તોડે
જોને કેવી કેવી કેવી
ભીંતે ચિતરી
ભાતો બોલે...

No comments:

Post a Comment