🌷કવિ રમેશ પારેખને સ્મરણ વંદના🌷
ગઢને હોકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોકારો કોણ દેશે ?!
રાણાજી, તને
ઊંબરે હોકારો કોણ દેશે ?!
આઘે-આઘેથી
એને આવ્યાં છે ક્હેણ;
જઈ વ્હાલમ'શુ નેણ મીરા જોડશે !
હવે તારો મેવાડ મીરા છોડશે….
આઠે અકબંધ
તારા ભિડ્યા દરવાજાનાં,
ફૂલ જેમ ખૂલશે કમાડ;
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર,
મૂકી ધૂળ-મહીં ઊડતો મેવાડ !
કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને,
મીરા કાળુ મલિર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરા છોડશે…..
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે,
લઈ લેણદેણ તૂટ્યાનુ શૂળ;
ડમરી-જેવું રે સ્હેજ ચડતુ દેખાશે,
પછી મીરા વીખરાયાની ધૂળ !
મીરા વિનાનું સુખ ઘેરી વળશે
'ને રાજ ! રૂંવે-રૂંવેથી તને તોડશે.
હવે તારો મેવાડ મીરા છોડશે…..
--રમેશ પારેખ
No comments:
Post a Comment