Sunday, 27 November 2016

ગઝલ

ગઝલ....બદલાવી શકો ,

સત્યનો રસ્તો તમે થોડોક અપનાવી શકો?,
જૂઠને એ રીતથી થોડુંક ઉથલાવી શકો?

એક  ચકલીએ  ઉછેયો  સ્નેહથી માળો જરા
ડાળ ક્ષણભર એ પછી લીલાય, થંભાવી શકો ,

ભાગ્ય સામે રોજનો અફસોસ છે સૌને સહજ,
શું વિધાતાએ લખેલા લેખ બદલાવી  શકો?

જે વહે છે ભીતરેથી થઇ સમંદર કાયમી,
એ સ્મરણની નાવને સ્હેજેય હંકારી શકો?

લાગણીના ઘર વસે છે નફરતોના ગામમાં,
તેલ પૂરી ધૈર્યનું ચાહત  દિવો પેટાવી  શકો.

           નીતા ટુંડાયા

No comments:

Post a Comment