હોઠ પર તારું છૂપાવી નામ રાખું છું
ફૂલની પાસે ભ્રમરને આમ રાખું છું !
સૌ કૂતુહલથી જૂએ છે પણ હું જાણું છું બંધ પરબીડિયામાં હું પયગામ રાખું છું!
કોઈ પણ બાબત શરૂ થઈ જાય તારાથી કહી શકે કે એનો હું અંજામ રાખું છું ?
આવશે તું ઉમ્રભર, બેઠી પ્રતીક્ષાએ
વાંસળીની ફુંકમા હું શ્યામ રાખું છું !
આવવાની તારી આહટ તુર્ત સંભળાતી
ભીડની વચ્ચે મને સૂમસામ રાખું છું !
ના ભલે પહોંચી શકું મંઝિલ ઉપર તો પણ માર્ગમાં છું, સાથમાં આરામ રાખું છું
પારુલ વાળા
No comments:
Post a Comment