Sunday, 27 November 2016

ગઝલ

અંતના આરંભ બાબત એ તરત બોલી જશે,
ખૂબ ડાહી ડાહી વાતો આંગણે ઢોળી જશે.

એટલે છોડી દીધી છે રણ ત્યજી દેવાની જીદ,
ઝાંઝવા કાબેલ છે,એ ક્યાંય પણ મહોરી જશે.

આભમાં ભગદડ થવાની પણ બને ઘટના કદાચ,
મુક્ત થાતું પંછી હમણાં ડાયરી ખોલી જશે.

એ જ છે અવઢવ હજી પણ આ હયાતીની મને,
એ વિશે ચોક્કસ હતો કે એ મને તોડી જશે.

આજ સાચું બોલવા મજબૂર કર ના તું 'જિગર',
આજ હાજર સૌ અહિં એના સહિત ચોંકી જશે.

-જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment