Wednesday, 28 September 2016

હાઈકું પંચક

હાઈકુ પંચક

1.    ઊભરી ચાલ્યા
     એક સામટા બેય
       મટકી-આંખો.

2.    આંખે અંધારા
     ભીતર અજવાળા
       જાગૃત જ્યોતિ.

3.    ક્ષિતિજ પાર
    ડૂબ્યો સૂરજ: હવે
      ઢોલિયો સૂનો.

4.      ચરણ લઈ
     ચાલવું સાતત્યથી
         મંઝીલ મૃત્યુ.

5.         કપાતો રહે
     પંથ: શ્વાસોચ્છવાસે
         વીના ખબર.

                  રસિક દવે.
            

No comments:

Post a Comment