આ જવાની સંગ મુજ દીવાનગી ચાલી ગઈ.
ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ.*
ક્યાં હવે મળશે જગતમાં પૂણ્ય આત્માઓ ફરી,
માણસાઈ સહ ખુદાની બંદગી ચાલી ગઈ.
વસ્ત્ર ટૂંકા થાય કરવા જ્યાં પ્રદર્શન અંગનું,
આધુનિકતામાં હવે શરમીંદગી ચાલી ગઈ.
મન લુભાવી જાય એવી અપ્સરા ક્યાં છે હવે,
જ્યાં હતી સુંદરતાની એ સાદગી ચાલી ગઈ.
શું કરે ઉપચાર સર્જક આ પ્રણયનો પણ હવે,
જિંદગીભરના વિરહની માંદગી ચાલી ગઈ.
-ગૌતમ પરમાર "સર્જક".
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-
No comments:
Post a Comment