Tuesday, 27 September 2016

ગઝલ


નજર લાગશે આ નગર ને નજર ની..!!
હવે લાગણી શોધ ના આ નગર ની..!!

મહેંકી ઉઠ્યો છુ બધીયે દિશા માં,
હવા છે ગુલાબી તમારા શહર ની..!!

નથી સ્હેલ ગંગા બનીને ઉતરવુ,
લ્હે લાગી છે એને તો કાશી નગર ની..!!

ખમી હુ ગયો છુ પ્રહારો જગત નાં,
હવે શું થવાની અસર આ જહર ની..!!

હું લૈ ને સુતો છુ બધા ભેદ "સર્જક"
છતાં વાત છાની રહી ના કબર ની..!!

-ગૌતમ પરમાર"સર્જક"

--( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment