Tuesday, 27 September 2016

ગઝલ

પલ

પીડા પથારો પાથરી બેઠી હશે,
એણેય મીઠી વેદના વેઠી હશે.

પંપા સરોવર આંખમાં ઉગ્યા પછી,
શબરી બની વ્હેતી હવા એઠી હશે.

રોજે કરે છે ડોકિયાં પાંપણ ભરી,
ખારાશ સાલી ક્યાં લગી પેઠી હશે.

પ્રત્યેક ઝૂકી ડાળને પૂછી જુઓ,
મીઠાશનાં અતિરેકથી હેઠી હશે.

કેવા નિખાલસ ભાવથી ગઝલો લખે !
*આલાપ*ની કેવી અજબ શેઠી હશે.

આલાપ

No comments:

Post a Comment