ચાલ જીંદગી થોડુ બેસીએ...
વિદાય
લીધી પાનખરે,
વસંતની મોસમ આવી ગઈ..
ચારે તરફ
હતો ઉજાસ પણ,
આંખ સામે
એ અંધારી રાત આવી ગઈ..
જે કહેવી નહોતી એ,
વાત હોઠ પર આવી ગઈ..
નથી ભુલાયા જે,
તેમની અચાનક યાદ
આવી ગઈ...
ફરી પાછી
આંખની સામે,
એ અંધારી રાત આવી ગઈ..
યાદ આવી ગઈને,
આંખોના
રણમાં એ વરસાદ લાવી ગઈ..
ચાલ જીંદગી થોડુ બેસીએ
હવે,
મારા કરતા
તુ વધારે થાકી ગઈ..
No comments:
Post a Comment