બંધ ક્ષણોને ખોલી છે
જીવતરની ઘડી ને જરા ટાઈમે કરી છે.
ગુમાવ્યું છે આમ તો ઘણું
મળે બસ જરા તો આ મથામણ કરી છે.
વહી જાય પાણી પછી પાડ આવે ના કામ
છતાં અમે તો જરા આડસ કરી છે.
ભરપૂર વરસવાની તકો જતી રહી છે
હજી કદાચ થઇ જાય કામ તો ટપક ટપકથી શરૂઆત કરી છે.
આગળ નઝર ઘણું આપે જાણું
પણ છતાં પાછું જોઈ આ આંખોને ભૂલો જોતી કરી છે.
ગયું પાછું વાળી શકાશે નહિ
આવનારને સંભાળવા જાતને તૈયાર કરી છે.
આમ તો જીવવા માટે કદાચ ક્યારેય મોડું થતું નથી
ને માટે જ અવગણી બધું "નીલ" જાગ્યા ત્યાંથી હવે સવાર કરી છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Thursday, 25 May 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment