Thursday, 25 May 2017

ગઝલ

સાથ   તારો    માંગુ   હું   મને   તું  સંગત  આપી  જા,
સદા  તારી  સાથે   બેસે  એવી  તું  પંગત  આપી  જા…

આ કાળજાળ  તપતી  ગરમીમાં મારી આતુર આંખોને,
તારી  ફકત  એક  જ ઝલકથી  તું  ઠંડક  આપી  જા…

સઘળી   સૃષ્ટિ   પણ   સાવ   નીરસ   છે  મારા  માટે,
જેમાં   તું  વસતો  હોય  એવુ   તું  જગત  આપી  જા…

ફિકા  ફિકા છે રંગ બધા  મારી  રંગેલી  આ રંગોળીમાં,
જામે   બધા   ખૂબ   જ   બસ   તું  રંગત  આપી  જા…

જન્મારો  તો  મને  ના  જોઇએ  તારી  પાસેથી   પણ,
સાંજ  નહી  તો  એકાદ  ક્ષણ  તું  અંગત  આપી  જા…
તમન્ના (JN)

No comments:

Post a Comment