Thursday, 25 May 2017

ગઝલ

કોણ   કેવાં   કેટલાં   વિકરાળ   છે
એક   જંગલ   ખોતરી   જોયા    કરું
એક   ઘટના    અંત   પામે   શી   રીતે?
સાવ   સુક્કી    લાગણી    જોયા    કરું
રાત    આખી   ક્યાં   હતો   અંધારમાં
સૂયઁમાંથી     નીકળી    જોયા    કરું
ક્યાંક   તો    અટકી    જવાનું    હોય  છે
એમ   હું   આગળ   વધી   જોયા   કરું
આંખ   મારી    એટલી    મોટી    થજો
હું     બધે    સૌના    વતી   જોયા   કરું
                   --- મનહર  મોદી

No comments:

Post a Comment