Thursday, 25 May 2017

ગઝલ

સંદીપ ભાટીયા"કવિ"
.
પી ભરીને જામ મદિરા,
ઢોળ ના તું આમ મદિરા.
.
આંખના પ્યાલે જ પીવો,
પ્રીતની બેફામ  મદિરા.
.
થાય જો ના નયન લાલ,
તો ન આવી કામ  મદિરા.
.
ભક્ત માટે તો રહીમ
છે, અને છે રામ મદિરા.
.
રાહ પરથી જાય  તું તો,
પીતું આખું ગામ મદિરા.
.
જો ન આવે કામ એ જો,
નાખું બદલી નામ મદિરા.
.
-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment