Saturday, 29 July 2017

અછાંદસ

છવિ દોડતી દોડતી સામે આવી
એ નાની સી પગલી,
શું તમે ભાળી ?
કદિ ચઢતી નદી પર્વત
કદિ એનઘેન
કદિ છટકી જઈ ખુદ થી
એ રમતી સંતકુક ને
ફરી,પકડાય,રમે
સાત તાળી
       છવી દોડતી. . .
કરે પરીઓના દેશ માં
ઢીંગલી ની રમત
મન માં સચવાયેલ
એ સ્વપ્ન નું જગત
ને,એ નજર સામે શું
શકે હકીકત ભાળી ?
          છવિ .. .. .
પર્વત ની ટોચ પરનો
છેડલો જાલ્યો ,જેણે
સદા વસંત નો
આશરો આણ્યો
ને સર્વ ૠતુ એ તેને
ખૂબ પંપાળી
        છવિ . . . . .
આશ લૈ, શ્વાસ લૈ
સુવાસ ને વિશ્વાસ લૈ
કુદરત નાં અહેસાસ લૈ
સખીઓ ની સંગ રોજ
થતી ચેન-ચાળી !
        છવિ . . . . .
હવે પગલું જરાં
વાસ્તવ, નું આવ્યું
સ્વપ્ન તૂટ્યું ને જયે
જાગરણ આવ્યું
થયું ભાન એને
કે હું પણુ મેં
દીધું જ ગુમાવી !
        છવિ . . .
ખ્વાબ ખોયું ને
હવે, ખરી વાત આવી
ટોચ છોડી નદી આ
કયે ઘાટ આવી ?
છતાં,જલચરો ને
લીધાં,ખુદ માં સમાવી !
        છવિ . . . .
ખુદ ને ભૂલી જૈ
સમય માં ખોવાઈ
કેવી ?
છતાં સાંભળે કદિ કે
તુ તો એવી ને એવી
છતાં વ્યંગ એ સૌ
હંસી માં ,દીધાં દબાવી !     છવિ. . . . . .
ઉંમર થૈ હવે ,
શું કરશો માડી?
બસ, ચુપચાપ બેસો
અહીં ખાટલો ઢાળી
ખીચડી મલશેને
આ રહ્યું પાણી !
       છવિ. . . . . . ..
ન સહેવાય મૌન ને
પછી, આંખ ભીંજાણી
ખુદ ની જાત ને તેણે
કાગળે કંડારી ! હવે
એ નથ છતાં'ય કાગળ
આલે છ ગવાહી !
      છવિદેખતી દેખતી
      એ દોડી આવી
      તે નાની સી પગલી
      શું તમે ભાળી?
                    .. ઝલક

No comments:

Post a Comment