Saturday, 29 July 2017

ગઝલ

ના બાંધ કોઈ ધારણા ભણતર વિશે.
ચૂલે ચડ્યા લીલા સુકાં બળતણ વિશે.

તું આંકડો ખોટો ગણાતો ટેરવે,
શંકા કરે એ ગામના ગણતર વિશે.

મૃગજળ નિહાળી દૂરથી જે ભાગતો,
ગ્રંથો લખે રણને થતી કળતર વિશે.

ઓઢી નિરાંતો બેસતાં સૌ ઘર મહી
હાલત નથી જાણી તમે બખતર વિશે.

કંચન કહી નાણાં પડાવી માતબર,
સોનાર ચીંધે આંગળી પડતર વિશે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment